ધ કલ્ચર કન્ટેક્ષ ઇન ફોરેસ્ટ્રી - સન્સક્રિતિ વન​
ધ કલ્ચર કન્ટેક્ષ ઇન ફોરેસ્ટ્રી - સન્સક્રિતિ વન​

ધ કલ્ચર કન્ટેક્ષ ઇન ફોરેસ્ટ્રી - સન્સક્રિતિ વન​

Sanskritik Vans

ભારતીય સંસ્‍કૃતિના પૌરાણિક ગ્રંથો જેવા કે વેદો પુરાણો, ઉપનિષદો વગેરેમાં માનવ સમાજ અને વૃક્ષો વચ્‍ચેના સંબંધોનો નિર્દેશ જોવા મળે છે. પૌરાણિક કાળમાં આપણા પૂર્વજોનો વસવાટ અને સહવાસ વૃક્ષો તથા વેલાઓના સાંનિધ્‍યમાં રહેતો હતો. પૂર્વજોએ પ્રાચીન સમયથી આ વિષયોનો ગહન અભ્‍યાસ કરી આ અંગેની માહિતી સંગ્રહિત કરેલ છે. પૂર્વજોને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્‍ય માટે વૃક્ષોની અગત્‍યતા સમજાયેલ હતી. તેથી જ તેઓ વૃક્ષોની પૂજા કરતાં હતા. હાલમાં પણ આપણા મોટાભાગના ધાર્મિક તહેવારોમાં પ્રત્‍યક્ષ કે પરોક્ષ રીતે વૃક્ષોની પૂજા થાય છે.

વૃક્ષોની માનવ સમાજ પર સીધી અસર છે. તેવો ઉલ્‍લેખ પ્રાચીન ગ્રંથો તેમજ ખાસ કરીને ચિકિત્‍સાશાસ્‍ત્રોમાં છે. આજનો માનવ જ્યોતિશાસ્‍ત્ર, વાસ્‍તુશાસ્‍ત્ર, આયુર્વેદ વગેરે વિષયોમાં વધુ વિશ્વાસ રાખતો થયો છે. આજના વૈજ્ઞાનિક યુગમાં આયુર્વેદિક, એલોપેથીક, હોમીયોપેથિક તેમજ બાયોકેમીકલ દવાઓ બનાવવામાં વૃક્ષો, વેલા, વનસ્‍પતિના મૂળ, છાલ, પાન, ફૂલ, ફળ ઉપયોગી થાય છે, તે સર્વવિદિત હકીકત છે. કેટલાક વૃક્ષોનું વાવેતર કરવાથી અનિષ્‍ટ તત્‍વો દૂર થાય છે અને વ્‍યક્તિના જીવન ઉપર તેની હકારાત્‍મક અસર થતી હોવાની પણ માન્‍યતા છે.

વૃક્ષોની આવી અસરો વિશે આધુનિક વિજ્ઞાન કદાચ સંમત ન પણ થાય. પરંતુ આપણી પરંપરાથી ચાલી આવતી માન્‍યતાઓ તેમજ આપણા પ્રાચીન ગ્રંથોમાં દર્શાવ્‍યા પ્રમાણે દરેક ગ્રહ, નક્ષત્ર, રાશિ સાથે તેનું આરાધ્‍ય વૃક્ષ વર્ણવેલું છે. ગ્રહ, નક્ષત્ર, રાશિ, ભારતની પ્રાચીન સંસ્‍કૃતિ અને આસ્‍થાને કેન્‍દ્ર બિંદુમાં રાખી કરેલ વૃક્ષ વાવેતર અને વૃક્ષ સંરક્ષણથી માનવ સમાજ ઉપર તેની હકારાત્‍મક અસર થાય છે.

ભારતીય વિવિધ સંસકૃતિને ધ્‍યાનમાં રાખી કરવામાં આવેલ વૃક્ષ વાવેતરોને સામાન્‍ય રીતે ‘‘સાંસ્‍કૃતિક વનો’’ તરીકે ઓળખવામાં આવે છે. આવા કેટલાંક સાંસ્‍કૃતિક વનો નીચે મુજબ વર્ણવવામાં આવેલ છે.

વન

 • નવગ્રહ વનઅહિં ક્લિક કરો
 • નક્ષત્ર વનઅહિં ક્લિક કરો

  નક્ષત્ર વન

  બ્રહ્માંડમાં વાયુથી બનેલા સ્‍વયંપ્રકાશીત, અનંત અંતરે આવેલા, સ્‍થિર અને બિંદુ જેવા દેખાતા પીંડોને આપણે તારાઓ તરીકે ઓળખીયે છીએ. અમુક તારાઓના જૂથને તારામંડળ તરીકે નામકરણ કરવામાં આવેલ છે. ગ્રહમાર્ગ કે સૂર્યમાર્ગ પર સ્‍થિત આવા એક કે તેથી વધુ તારાઓના ચોકકસ અંતરે આવેલા જૂથોને ર૭ ભાગમાં વિભાજીત કરીને ‘નક્ષત્રો’ તરીકે નામ આપી ઓળખવામાં આવે છે. ૩૬૦૦ ના વૃત્ત (વર્તુળ) ના ર૭ નક્ષત્રના ભાગ પડતાં દરેક નક્ષત્ર લગભગ ૧૩૦ર૦’ ના અંતરે સ્‍થિત છે. અવકાશમાં ગ્રહો અને સૂર્ય જે એક ચોકકસ માર્ગ પર ભ્રમણ કરત જોવાય છે. તેને અનુક્રમે ગ્રહમાર્ગ અને ક્રાંતિવૃત તરીકે ઓળખવામાં આવે છે. પ્રાચીન તેમજ અર્વાચીન કાળથી વૃક્ષોની ઉપાસનાનું મહત્‍વ રહ્યું છે, જેને આપણે વિવિધ સ્‍વરૂપે અને વિવિધ પદ્ધતિનો સમાવેશ થઇ જાય છે. આપણી રાશિ, નક્ષત્ર અને દરેક ગ્રહોનું એક આરાધ્‍ય વૃક્ષ નક્કી કરવામાં આવેલ છે. તે મુજબ આપણને અનુકૂળ વૃક્ષો વાવવા જોઇએ તેમજ તેની રક્ષા કરવી જોઇએ.

  Nakshatra Van
  • અશ્વિની ઝેર કોચલું
  • ભરણીઆમળા
  • કૃતિકા ઉમરો
  • રોહીણી જાંબુ
  • મૃગશીર્ષકૃષ્‍ણાર્જુન (અગર), શીશુ
  • આદ્રાખેર
  • પુનર્વસુ વાંસ
  • પુષ્‍યપીપળો
  • આશ્લેષાનાગકેસર, નાગચંપો
  • મધા વડ
  • પૂ. ફાલ્‍ગુની ખાખરો
  • ઉ. ફાલ્‍ગુની પીપળી
  • હસ્‍તજુઇ, પીળી જુઇ, અરીઠા
  • ચિત્રાબીલી
  • સ્‍વાતિ અર્જુન સાદડ
  • વિશાખાનાગકેશર, વિકળો
  • અનુરાધા બોરસલલી, નાગકેસર
  • જયેષ્‍ઠા સીમળો
  • મૂળ ગરમાળો, સાલ
  • પુર્વાષાઢાપાણીની નેતર
  • ઉત્તરાષાઢા ફણસ, જમીનનું નેતર
  • શ્રવણ આકડો (સફેદ આકડો)
  • ધનિષ્‍ઠા ખીજડો
  • શતતારકા કદમ્‍બ
  • પૂર્વ ભાદ્રપદ આંબો
  • ઉ. ભાદ્રપદ લીમડો, અરીઠા
  • રેવતી મહુડો
 • રાશિ વનઅહિં ક્લિક કરો

  રાશિ વન

  પૌરાણિક શાસ્‍ત્રોમાં સમગ્ર નભોમંડળને ૧ર રાશિઓમાં વિભાજીત કરવામાં આવેલ છે. દરેક રાશિના ર૧/૪ નક્ષત્ર એટલે કે, કુલ ૯ ચરણનો સમાવેશ થાય છે. ગ્રહમાર્ગ કે ક્રાંતિવૃતના ૩૬૦૦ ના ૧ર ભાગ કરતાં દરેક રાશિનો વિસ્‍તાર લગભગ ૩૦૦ જેટલો થાય છે. રાશિમાં રહેલ નક્ષત્રો કે તારાઓના કાલ્‍પનિક બિંદુઓ દ્વારા જે આકારો રચાય છે તેના આધારે રાશિઓના નામ આપવામાં આવ્‍યા છે. જે મોટા ભાગે પ્રાણીઓના આકાર પ્રમાણે છે. શાસ્‍ત્રોમાં દરેક રાશિના આરાધ્‍ય વૃક્ષો પણ સૂચવેલ છે. જે તે વ્‍યક્તિની જન્‍મ રાશિ પ્રમાણે વૃક્ષની વાવણી, સંવર્ધન અને રક્ષણ શુભ ગણાય છે.

  Rashi Van
 • પંચવટીઅહિં ક્લિક કરો

  પંચવટી

  Panchvatiપાંચ પવિત્ર, છાંયાવાળા, ઘટાદાર વૃક્ષોના સમૂહને પંચવટી કહેવામાં આવે છે. આપણા પૌરાણિક ગ્રંથોમાં ‘‘પંચ’’ શબ્‍દનું ઘણું મહત્‍વ છે. પંચભૂત (પાંચ તત્‍વો) પૃથ્‍વી, જલ, તેજ (અગ્‍નિ), વાયુ અને આકાશથી આ સૃષ્‍ટિનું નિર્માણ થાય છે. માનવ શરીરની પાંચ જ્ઞાનેન્‍દ્રિયો ત્‍વચા (ચામડી), ચક્ષુ (આંખ), નાસિકા (નાક), જિહવા (જીભ) અને કર્ણ (કાન) એમ ગણાય છે. તેવી જ રીતે પંચવટીમાં પીપળો, વડ, બીલી, અશોક અને આમળા પર્યાવરણીય પૂર્ણતાના પ્રતિકો છે.

  પંચવટીના પર્યાવરણીય પૂર્ણતાના પ્રતિક સમાન વડનું વૃક્ષ શીતળ છાંયો આપે છે. પીપળો અન્‍ય વૃક્ષો કરતાં વધુ પ્રાણવાયુ ઉત્‍પન્‍ન કરી પ્રદૂષણ નિવારણ કરે છે. બીલી વાતાવરણને સુગંધીત રાખે છે. આમળા સર્વોત્તમ ઔષધિ આપતું વૃક્ષ ગણાય છે જ્યારે અશોક વૃક્ષને શોક દૂર કરનાર ગણવામાં આવે છે. આ પાંચેય પવિત્ર વૃક્ષોની વાટીકાનું વિધિવત નિર્માણ માનવજાતિ માટે કલ્‍યાણકારી છે તેવો ઉલ્‍લેખ શાસ્‍ત્રોમાં થયેલ છે.

  પંચવટીની સ્‍થાપના સામાન્‍ય રીતે વર્તુળ આકારમાં કરવામાં આવે છે. વર્તુળના કેન્‍દ્રથી પ મીટરની ત્રિજ્યાના વર્તુળના પરિધ ઉપર ચાર દિશામાં ૪ (ચાર) બીલીના વૃક્ષ વાવવામાં આવે છે. કેન્‍દ્રથી ૧૦ મીટર ત્રિજ્યાના વર્તુળના પરિધ ઉપર ઇશાન, અગ્‍નિ, નૈઋત્‍ય અને વાયવ્‍ય ખૂણે વડના ૪ (ચાર) વૃક્ષો વાવવામાં આવે છે. કેન્‍દ્રથી ર૦ મીટર ત્રિજ્યાના વર્તુળના પરિધ ઉપર પ મીટરના અંતરે રપ (પચ્‍ચીસ) અશોકના વૃક્ષો વાવવામાં આવે છે. કેન્‍દ્રથી રપ મીટરની ત્રિજ્યાના વર્તુળના પરિધ ઉપર દક્ષિણ દિશાથી પ મીટરના અંતરે બંને તરફ ર (બે) આમળાના વૃક્ષો વાવવામાં આવે છે જ્યારે કેન્‍દ્રથી ૩૦ મીટરની ત્રિજ્યાના પરિધ ઉપર ચારેય દિશામાં એક-એક એમ ૪(ચાર) પીપળાના વૃક્ષો વાવવામાં આવે છે. આમ, ઉપર મુજબ વાવણી કરવાથી કુલ – ૩૯ વૃક્ષોની પંચવટીની રચના થઇ શકે છે.

 • તીર્થકર વનઅહિં ક્લિક કરો

  તીર્થકર વન

  જૈન ધર્મના ચોવીસ તીર્થકરોએ વૃક્ષ નીચે ‘કેવલજ્ઞાન’ પ્રાપ્‍ત કરેલ અને આ બધા વૃક્ષો ‘કેવલી વૃક્ષો’ તરીકે જૈનોમાં આદર ધરાવે છે. તીર્થકર વનમાં કલ્‍પવૃક્ષ યંત્ર પ્રમાણે તેની સ્‍થળ પર રચના કરવામાં આવે છે. આ યંત્રમાં તીર્થકરોનું ચોકકસ સ્‍થાન નકકી છે. તે પ્રમાણે ર૪ તીર્થકરોના કેવલી વૃક્ષો ધરાવતું ‘તીર્થકર વન’ તૈયાર કરવામાં આવે છે.

  Tirthankar Van
  • શ્રી ઋષભદેવ સ્‍વામી વડ
  • શ્રી અજિતનાથ સ્‍વામી સપ્‍તપર્ણી
  • શ્રી સંભવનાથ સ્‍વામી સાલ
  • શ્રી અભિનંદન સ્‍વામી ચારોલી
  • શ્રી સુમતીનાથ સ્‍વામી ઘઉંલા
  • શ્રી પ્‍દ્મપ્રભા સ્‍વામીવડ
  • શ્રી સુપાર્શ્‍વનાથ સ્‍વામી સીરસ
  • શ્રી ચંદ્રપ્રભા સ્‍વામી સુલતાના ચંપો
  • શ્રી સુવિધિનાથ સ્‍વામી બીલી
  • શ્રી શીતલનાથ સ્‍વામી પીપર
  • શ્રી શ્રેયાંસનાથ સ્‍વામી અશોક
  • શ્રી વાસુપુજ્ય સ્‍વામી લોદ્ર
  • શ્રી વિમલનાથ સ્‍વામી જાંબુ
  • શ્રી અનંતનાથ સ્‍વામી અશોક
  • શ્રી ધર્મનાથ સ્‍વામી ખાખરો
  • શ્રી શાંતિનાથ સ્‍વામી દેવદાર
  • શ્રી કાન્‍થુનાથ સ્‍વામી લોદ્ર
  • શ્રી અરનાથ સ્‍વામી આંબો
  • શ્રી મલ્‍લિનાથ સ્‍વામી અશોક
  • શ્રી સુવ્રત સ્‍વામી સોનચંપો
  • શ્રી નામીનાથ સ્‍વામી બોરસલ્‍લી
  • શ્રી નેમીનાથ સ્‍વામી નેતર
  • શ્રી પાર્શ્વનાથ સ્‍વામી નેતર
  • શ્રી મહાવીર સ્‍વામી સાલ
 • સપ્‍તર્ષિ વનઅહિં ક્લિક કરો

  સપ્‍તર્ષિ વન

  પૌરાણિક કથાઓ મુજબ ભારતના મુખ્‍ય સાત ઋષિઓના નામો સપ્‍તર્ષિના તારા સાથે સંકળાયેલ છે. ઉત્તર દિશામાં ધ્રુવના તારાની નજીક સાત તારાઓનો સમુહ ઇશાન દિશામાં ઉગીને વાયવ્‍ય દિશામાં અસ્‍ત પામતો જણાય છે. જે સપ્‍તર્ષિ તરીકે ઓળખાય છે.

 • શ્રીપર્ણી વનઅહિં ક્લિક કરો

  શ્રીપર્ણી વન

  Shriparni Vanહિન્‍દુ શાસ્‍ત્રોમાં જણાવ્‍યા મુજબ ‘શ્રીપર્ણી’ ના વૃક્ષમાં ‘દેવી લક્ષ્‍મી’ નો વાસ છે. આ વૃક્ષના સ્‍થળે પવિત્ર વાતાવરણ સર્જાય છે. તેથી દેવી લક્ષ્‍મીનો ભગવાન વિષ્‍ણુ સાથે આવા સ્‍થળે નિવાસ થાય છે. આ વૃક્ષ વાવનાર તથા તેની પૂજા કરનારની સુખ, શાંતિ, સમૃદ્ધિમાં વધારો થતો હોવાની માન્‍યતા છે.

 • આરોગ્‍ય વન અહિં ક્લિક કરો

  આરોગ્‍ય વન

  પોરાણિક શાસ્‍ત્રો મુજબ માનવ શરીરનાં જુદા જુદા અંગો માટે ઔષધિય વનસ્‍પતિનો ઉપયોગ આડ અસર વગર થાય છે. જે માનવ માટે કલ્‍યાણકારી હોય છે. શરીરના વિવિધ અંગોમાં થતી બિમારીઓમાં વપરાતી ઓષધિય વનસ્‍પતિઓ જેવી કે, બ્રાહ્મી – સ્‍મરણ શક્તિ માટે, સર્પગંધા અને અશોક – હૃદય રોગો તેમજ તણાવ દૂર કરવા માટે, આમળા અને સોનામુખી – અપચા માટે, ગુગળ અને ગળો – હાથ અને પગના સાંધાના રોગો દુર કરવા માટે ઉપયોગી છે. આવી વિવિધ વનસ્‍પતિઓનું વાવેતર વનમાં કરવામાં આવે છે.

ગુજરાતની પહેલ

The Gujarat Initiativeઆપણી પ્રાચીન સંસ્‍કૃતિથી લોકોને માહિતગાર કરવા. રાજ્યમાં વૃક્ષ આવરણ તથા જૈવિક વિવિધતામાં વધારો કરવાના પ્રયાસરૂપે સને ર૦૦૪ થી ગુજરાત સરકાર દ્વારા નવો અભિગમ અપનાવવામાં આવેલ છે. જેના ભાગ રૂપે જુદા જુદા પ્રકારના સાંસ્‍કૃતિક વનો દ્વારા ગુજરાત રાજ્યની પ્રજાને ભારતીય સાંસ્‍કૃતિક પરંપરા મુજબ પુરાણાશાસ્‍ત્રોમાં વર્ણવેલ ઔષધિય મહત્‍વ ધરાવતી વનસ્‍પતિઓથી માહિતગાર કરવામાં આવી રહેલ છે. વર્ષ ૨૦૧૩ સુધીમાં દસ (૧૦) જગ્‍યાએ સાંસ્‍કૃતિક વનો તૈયાર કરવામાં આવેલ છે. વર્ષ ૨૦૧૪માં રાજ્યકક્ષાના વન મહોત્‍સવની ઉજવણી રાજકોટ જીલ્‍લાના જેતપુર તાલુકાના કામવડ ખાતે મુખ્‍ય કાર્યક્રમનું આયોજન કરી માનનીય મુખ્‍ય મંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવનાર છે.

ગુજરાતમાં નીચેની વિગતે સાંસ્‍કૃતિક વનોની હારમાળા તૈયાર કરવામાં આવેલ છે.

‘‘પુનિતવન’’ – ગાંધીનગર

Punit Vanગુજરાત રાજ્યના માનનીય મુખ્‍યમંત્રીશ્રી નરેન્‍દ્ર મોદીની પ્રેરણાથી સને ર૦૦૪માં તા. ૬ જુલાઇના વનમહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે ગાંધીનગર, સેકટર-૧૮ ખાતે પુનિત વન સાકાર થયેલ છે. અહીં ગ્રહ, નક્ષત્ર, રાશિ, સંસ્‍કૃતિ અને આસ્‍થાને કેન્‍દ્ર બિંદુમાં રાખી જુદા જુદા પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ હોઇ, સમગ્રપણે આ વાવેતરનું નામ ‘‘પુનિત વન’’ રાખવામાં આવેલ છે. ૬ હેકટરની જમીનમાં આ વન ફેલાયું છે. આ ‘‘પુનિત વન’’ માં નક્ષત્ર વન, રાશિ વન, નવગ્રહ વન, પંચવટીની રચના કરવામાં આવેલ છે. શિવલીંગ જેવો આકાર દેખાય તે પ્રમાણે બીલીના વૃક્ષોનું વાવેતર કરવામાં આવેલ છે. પુનિત વન એ ફકત વનસ્‍પતિઓનો શાસ્‍ત્રીય સંગ્રહ નથી, પરંતુ દરેક ઉંમરના લોકો માટેનો આધુનિક, રમણીય બગીચો છે. પગદંડી, એમ્‍ફી થીયેટર, વનકુટીર, ફુવારો તેની રમણીયતામાં વધારો કરે છે. સમગ્રપણે જોતાં પુનિત વન એ પ્રાચીન સંસ્‍કૃતિ અને આસ્‍થા સાથે વૃક્ષારોપણ કાર્યક્રમને વેગવંતો બનાવવા માટે મહત્‍વનો ફાળો આપનાર દેશનું એક અનેરૂ કેન્‍દ્ર બની રહેશે. તે ઉપરાંત ગાંધીનગર માટે એક મહત્‍વનું પર્યટન સ્‍થળ છે.

‘‘માંગલ્‍ય વન’’ – અંબાજી

સને ૨૦૦૪ સુધી દર વર્ષે રાજ્યકક્ષાનો વનમહોત્‍સવ ગુજરાતના પાટનગર ખાતે યોજવાની વર્ષો જુની પ્રણાલી અમલમાં હતી. સને ર૦૦૫ માં ગુજરાત રાજ્યના દીર્ધદ્રષ્‍ટા માનનીય મુખ્‍યમંત્રીશ્રીની પ્રેરણાથી વર્ષો જુની પ્રણાલી દૂર કરી, ગુજરાત રાજ્યની સ્‍થાપના પછી સૌ પ્રથમ વખત રાજ્યકક્ષાનો વનમહોત્‍સવ રાજ્યના પાટનગરની બહાર યોજવાનો નવતર અભિગમ અપનાવ્‍યો. રાજ્યના જુદા જુદા જિલ્‍લાઓમાં દર વર્ષે રાજ્યકક્ષાના વનમહોત્‍સવનું આયોજન કરી વધુ ને વધુ લોકોને વૃક્ષ વાવેતર કાર્યક્રમમાં સક્રિય રીતે સાંકળવાનો મુખ્‍ય ઉદ્દેશ તેમાં સમાયેલ છે. જેના પરિણામ રૂપે અંબાજી ખાતે તા. ૧૭ જુલાઇ ૨૦૦૫ના ‘‘માંગલ્‍યવન’’ નિર્માણ પામેલ છે. આ વન ૩.૫ હેકટર જમીનમાં ફેલાયું છે.

અંબાજી એ સમગ્ર ભારતના અતિ પવિત્ર, ઐતિહાસિક, ધાર્મિક અને ૬૪ શક્તિપીઠો પૈકીનું એક છે. તે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્‍લાના પૂર્વ ભાગમાં અરવલ્‍લીની ગીરિમાળાઓ વચ્‍ચે અને અમદાવાદથી આશરે ૧૮૦ કિ.મી. ના અંતરે આવેલ છે. ભાદરવા માસમાં લાખો શ્રદ્ધાળુઓ પગપાળા ‘‘માં અંબાના’ દર્શને જાય છે, જે એક અદ્વિતીય પ્રસંગ છે. જુદી જુદી ધાર્મિક મહત્‍વ ધરાવતી વૃક્ષવાટિકાઓ જેવી કે નક્ષત્ર વન, નવગ્રહ વન, રાશિ વન બનાવવામાં આવેલ છે.નવપરણિત ૫૦૧ નવયુગલો દ્વારા કરવામાં આવેલ વૃક્ષ વાવેતર એ માંગલ્‍યવનનો ચિરસ્‍મરણીય પ્રસંગ છે. જુદા જુદા રંગના રોપાઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘ ઓમ આકારની ‘‘ઓમ વાટિકા’’ તથા સરોવરના એક કિનારેથી સામેના કિનારે જવા માટે બનાવેલ લાકડાનો ‘‘ગાર્ડન બ્રીજ’’ આ જગ્‍યાનું અનેરૂ આકર્ષણ છે. ‘‘માંગલ્‍ય વન’’ હાલમા’ રાજ્યના મહત્‍વના પર્યટક સ્‍થળોની હરોળમાં આવી રહેલ છે. લાખો લોકો આ સ્‍થળની મુલાકાત લઇ વૃક્ષ સંરક્ષણની આપણી પ્રણાલીથી માહિતગાર થાય છે.

‘‘તીર્થકરવન’’ – તારંગા

Tirlhankar Vanગુજરાતના મહેસાણા જિલ્‍લામાં અમદાવાદથી આશરે ૧ર૦ કિ.મી. દૂર આવેલું ‘‘તારંગા’’ જૈન ધર્મનું અગત્‍યનું પવિત્ર યાત્રાધામ છે. અહીં ભગવાન અજીતનાથજીનું પુરાણું મંદિર ‘‘હેરીટેજ’’ સાઇટ છે. જેના સ્‍થાપત્‍યનું કોતરણી કામ ઘણું જ સુંદર છે. સોલંકી વંશના રાજા કુમારપાળ દ્વારા આ મંદિર બંધાવવામાં આવેલ હતું. તારંગા એ ધાર્મિક યાત્રા સ્‍થળની સાથે સાથે પ્રવાસ ધામ તરીકે પણ મહત્‍વ ધરાવે છે. દર વર્ષે લાખો યાત્રાળુઓ તથા પ્રવાસીઓ આ સ્‍થળની મુલાકાતે આવે છે.

જૈન ધર્મના ર૪ તીર્થકરોએ વૃક્ષ નીચે ‘‘કેવલજ્ઞાન’’ પ્રાપ્‍ત કરેલ. આ બધા વૃક્ષો કેવલી વૃક્ષો તરીકે જૈનોમાં આદર ધરાવે છે. આ સ્‍થળ જૈન ધર્મનું મહત્‍વનું યાત્રાધામ હોવાથી સને ર૦૦૬ માં તા. ૧૩ જુલાઇના અહીં કેવલી વૃક્ષો ધરાવતું ‘‘તીર્થકરવન’’ તૈયાર કરવામાં આવેલ છે. આ વનનો વિસ્‍તાર ૫.૪ હેકટરની જમીનમાં ફેલાયો છે. જેના સ્‍થળ પર રચના કલ્‍પવૃક્ષ યંત્ર પ્રમાણે કરવામાં આવી છે. અહીં રાશિ વન, નક્ષત્ર વન, નવગ્રહ વન, શ્રીપર્ણી વન, વન કુટિર, બાળ ઉદ્યાન બનાવવામાં આવેલ છે. આ સ્‍થળ અરવલ્‍લી પર્વતમાળાના પશ્ચિમ ભાગમાં અને સાબરમતી નદીની દક્ષિણ – પશ્ચિમમાં આવેલ છે. ‘‘તીર્થકર વન’’ થી આ સ્‍થળના શૈક્ષણિક દ્રષ્‍ટિકોણમાં ઉમેરો થયો છે. તે ઉપરાંત આ સ્‍થળને પ્રકૃતિ શિક્ષણ કેન્‍દ્ર તરીકે વિકસાવવામાં આવેલ છે.

‘‘હરિહર વન’’ – સોમનાથ

સોમનાથ મંદિર ભારતના ૧૨ જ્યોતિર્લીંગ પૈકીનું એક અતિ પ્રાચીન ધાર્મિક સ્‍થળ છે. તે ભારતના પશ્ચિમ કીનારે ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં આવેલું છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ આ સ્‍થળની મુલાકાતે આવે છે. સને ૨૦૦૭ માં તા. ર૩ જુલાઇના સોમનાથ ખાતે ‘હરિહર વન’ તૈયાર કરવામાં આવેલ છે. જે ૧.૬ હેકટરની જમીનમાં ફેલાયું છે. કેટલાંક નવા વિચારો સાથે અહીં શિવપંચાયતન વન, શ્રી કૃષ્ણ ગૌલોક ધામવન, હરિશંકરી વન, રૂદ્રાક્ષ વન, જ્યોતિર્લીંગ વન, સપ્‍તર્ષિ વન, પંચવલ્‍કલ વન, સ્‍મૃતિ વન જેવી વૃક્ષ વાટિકાઓ અહીં તૈયાર કરવામાં આવેલ છે. અનુભવ અને મજબૂત મનોબળના આધારે ગુજરાતની પ્રજા ઇકોલોજીની પુનઃસ્‍થાપનાને સુસંગત સર્વાંગી વિકાસ સાથેનું ઉદાહરણીય રાજ્ય તરીકે ગુજરાતને પ્રસ્‍થાપિત કરવાનો વિશ્વાસ ધરાવે છે.

‘‘ભક્તિ વન’’ – ચોટીલા

૫૯ માં વન મહોત્‍સવની ઉજવણીના ભાગરૂપે સને ૨૦૦૮ માં તા. ૧૮ જુલાઇના સુરેન્‍દ્રનગર જિલ્‍લાના ચોટીલા ખાતે ‘‘ભક્તિ વન’’ તૈયાર કરવામાં આવેલ છે. રાષ્‍ટ્રિય ધોરીમાર્ગ નં. ૮ ઉપર અમદાવાદથી આશરે ૧૭૦ કિ.મી. દુર આવેલું યાત્રાધામ છે. ચોટીલાના ડુંગર ઉપર ‘‘માં ચામુંડા’’ નું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શને આવે છે. ‘‘ભક્તિ વન’’ નો આશરે ૧ર એકર જેટલો વિસ્‍તાર મુખ્‍યત્‍વે ૩ ભાગમાં વહેંચવામાં આવેલ છે. (૧) તુલસીકુંડ (ર) ભક્તિ વન અને (૩) પુનિત વન. તે ઉપરાંત અહીં રોપ વિતરણ કેન્‍દ્ર, વન કુટીર અને ફુવારો બનાવવામાં આવેલ છે. ‘નિરોગી બાળ વર્ષ’ ને ધ્‍યાનમાં રાખી આયુર્વેદિક મહતવ ધરાવતી વિવિધ વનસ્‍પતિઓનું ‘નિરોગી બાળ વન’ ઊભું કરવામાં આવેલ છે.

ચોટીલા ખાતે આ વન પ્રવાસીઓ માટે જોવા લાયક છે. ‘‘ભક્તિ વન’’ નો વિસ્‍તાર ૫.૮ હેકટર છે.

‘‘શ્‍યામળ વન’’ – શામળાજી

Shyamal Vanસને ૨૦૦૯ના ચોમાસામાં તા. ૧૮-૦૭-૨૦૦૯ના ૬૦ મા વન મહોત્‍સવની ઉજવણી નિમિત્તે સાબરકાંઠા જિલ્‍લાના શામળાજી ખાતે ‘‘શ્‍યામળ વન’’ બનાવવામાં આવેલ છે. તે રાષ્‍ટ્રીય ધોરીમાર્ગ નં. ૮ ઉપર અમદાવાદથી આશરે ૧૨૭ કિ.મી. દૂર આવેલું છે. અહં ‘‘ભગવાન વિષ્‍ણુ’’ નું વિખ્‍યાત મંદિર આવેલું છે. દર વર્ષે લાખો લોકો આ સ્‍થળની મુલાકાતે આવે છે. કોપીસીંગ પ્રકારના વૃક્ષઆવરણ ધરાવતાં બે ડુંગરોની વચ્‍ચે આ જગ્‍યા આવેલી છે, જે શ્‍યામળ વનની સુંદરતામાં વધારો કરે છે. શામળાજી મંદિરના દર્શને આવતાં મોટા ભાગના લોકો આ સ્‍થળની અચુક મુલાકાત લે છે.

કોતરણીવાળુ મુખ્‍ય પ્રવેશદ્વાર, દશાવતાર વન, નક્ષત્ર વન, રાશિવન, ધનવંતરી વન, દેવ વન, સ્‍મૃતિવન અને ગ્રહ વાટિકા દ્વારા વિવિધ રોપાઓનું વાવેતર કરવામાં આવેલ છે. તે ઉપરાંત્‍ ૬.૩ હેકટરના વિસ્‍તારમાં ફુવારો, લોન વિસ્‍તાર, બાળકો માટે રમતનું ક્રિડાંગણ, વનકુટીર, ખેત વનીકરણ નિદર્શન પ્‍લોટ, આધુનિક નર્સરી, બામ્‍બુ સિટમ, ઇન્‍ટરપ્રિટેશન સેન્‍ટર, ટ્રી મ્‍યુઝીયમનું આયોજન પણ કરવામાં આવેલ છે. જે લોકો માટે એક અનેરૂ આકર્ષણનું કેન્‍દ્ર બની રહેશે.

‘‘પાવક વન’’ – પાલીતાણા

પાલીતાણા જૈન ધર્મનું પ્રસિદ્ધ યાત્રાધામ છે. દેશ-વિદેશથી હજારો લોકો દર વર્ષે અહીં દર્શને આવે છે. ૬૧ માં સ્‍વર્ણિમ વન મહોત્‍સવની ઉજવણીના ભાગરૃપે વર્ષ ૨૦૧૦ માં તા. ૩૦ જુલાઇના અહીં ‘‘પાવક વન’’ નું નિર્માણ કરી રાજ્યના માનનીય મુખ્‍યમંત્રીશ્રીના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવેલ. જેમાં રાજ્યના માનનીય મંત્રીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, સ્‍વૈચ્‍છિક સંસ્‍થાના પ્રતિનિધીશ્રીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, ખેડૂતો, પ્રેસ મિડિયાના પ્રતિનિધીશ્રીઓ, પ્રજાજનો, બાળકો વગેરે વિશાળ સંખ્‍યામાં હાજર રહેલ. આ જગ્‍યા પર્યટક સ્‍થળ તરીકે વિકસાવી વૃક્ષોના રક્ષણ-સંરક્ષણ અંગે આપણી સંસ્‍કૃતિ-પ્રથાથી લોકોને માહિતગાર કરવાનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય સમાયેલો છે.

અહીં ૭.૪ હેકટર જમીનમાં અમૃત મહોત્‍સવ વન, વિહંગ વન, રાયણ વન, ડમરા વાટિકા વન, આરોગ્‍ય વન, સુશ્રૃત વન, તીર્થકર વન, રાશિ વન, નક્ષત્ર વન, શેત્રુંજ્ય વન, કમળકુંડ વન જેવા વનો ઊભા કરવામાં આવેલ છે. તદુપરાંત લોન વિસ્‍તાર (બગીચો) તથા બાળકો માટે રમતનું ક્રિડાંગણ બનાવવામાં આવેલ છે.

‘‘પાવક વન’’ માં ૯પ જાતના વૃક્ષો વાવવામાં આવેલ છે. જેમાં મુખ્‍યત્‍વે વડ, બોરસલી, બીલી, પીપળો, ઉમરો, મહુડો, ગરમાળો, કડાયો, ગુગળ, કદમ્‍બ, ડમરો, તુલસી, રૂખડો, સીસુ, વાંસ, બોગનવેલ, ટેકામાં વગેરે જાતોના રાપાઓનું વાવેતર કરવામાં આવેલ છે.

‘‘વિરાસત વન’’ પાવાગઢ

Virasat Vanગુજરાતની પૂર્વ પટ્ટીના પંચમહાલ જિલ્‍લામાં પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢની તળેટીમાં જેપુરા ગામે સને ૨૦૧૧ માં તા. ૩૧ જુલાઇના ૬ર મા વન મહોત્‍સવ નિમિત્તે ૬.૫ હેકટરમાં ‘‘વિરાસત વન’’ નિર્માણ પામેલ છે. પાવાગઢ (ચાંપાનેર) આધ્‍યાત્‍મિક, ઐતિહાસીક, ભુસ્‍તરીય, પુરાતત્‍વીય મહત્‍વ અને સુંદરતમ પરિસર ધરાવે છે. આ વિસ્‍તારને યુનેસકો દ્વારા ર૦૦૪ માં વિશ્વ વિરાસત સ્‍થળ તરીકે જાહેર કરેલ છે. આવી આગવી વિશેષતાના કારણે આ સ્થળની સાંસ્‍કૃતિક વન નિર્માણ માટે પસંદગી કરવામાં આવેલ.

વિરાસત વનને આકર્ષણોના કેન્‍દ્રો તરીકે વિકસીત કરવા માટે : પાવાગઢનું આધ્‍યાત્‍મિક, ઐતિહાસીક, પુરાતત્‍વીય, ભુસ્‍તરીય, પરિસરીય મહત્‍વ સમજાવતા રસપ્રદ માહિતી સભર પેનલો અને મોડેલ બનાવવામાં આવેલ છે. ‘‘વિરાસત વન’’ નું મુખ્‍ય આકર્ષણ તેનું પ્રવેશદ્વાર, કલાત્‍મક પુલો, સુશોભિત તળાવો, ફુવારાઓ, વનકેડીઓ, વન્‍યપ્રાણીના મોડેલ, ભુમિ-ભેજ સંરક્ષણ વ્‍યવસ્‍થાનું નિદર્શન, સુંદર ફુલોની કયારીઓ, બાળ ક્રિડાંગણ, ઘાસનું મેદાન છે. મુલાકાતીઓના વિશ્રામ માટે વન કુટીર તથા અલ્‍પાહાર માટે કાફેટેરીયા પણ બનાવવામાં આવેલ છે.

‘‘ગોવિંદ ગુરૂ સ્‍મૃતિ વન’’ માનગઢ

સને ર૦૧ર માં તા. ૩૦ જુલાઇના રાજ્યકક્ષાના ‘‘૬૩’’ મા વન મહોત્‍સવની ઉજવણી મહીસાગર જિલ્‍લાના સંતરામપુર તાલુકાના માનગઢ ખાતે કરવામાં આવેલ છે. આ સ્‍થળ સંતરામપુરથી દક્ષિણ દિશાએ રપ કિ.મી. દૂર આવેલ છે. આ સ્‍થળે અંગ્રેજોની વેઠ-મજુરી વિરૂદ્ધ અવાજ બુલંદ કરનાર આદિવાસીઓએ ‘‘ગોવિંદ ગુરૂ’’ રાહબરી હેઠળ તા. ૧૭-૧૧-૧૯૧૩ના રોજ અંદાજે ૧પ૦૦ થી વધારે લોકોએ શહીદી વહોરી હતી. આ બલિદાન ભાવી પેઢીને હરહંમેશ ચિરસ્‍મરણીય અને પ્રેરણાસ્‍ત્રોત બની રહે તે હેતુસર માનગઢની પાવનભૂમિ પર ‘‘ગોવિંદ ગુરૂ સ્‍મૃતિવન’’ નું નિર્માણ પ.૦૦ હેકટરની જમીનમાં કરવામાં આવ્‍યું છે. ગોવિંદગુરૂના મહાન કાર્યો અંગે જન જાગૃતિ ફેલાવવા માટે એક પ્રદર્શન કક્ષ, શહીદોની સ્‍મૃતિમાં અમર જ્યોતિસ્‍તંભ તથા શહીદ વન, પર્યટકોના વિશ્રામ માટે વિશ્રામ કુટિર, ઘાસની લોન તથા વિશ્રામગૃહ, કલાત્‍મક પ્રવેશદ્વાર, તુલસી વન, કમળકુંડ, રાશિવન, નક્ષત્રવન, બિલ્‍વ વન, કેકટાઇ કોર્નર તથા માનગઢની આસપાસની દ્રશ્‍યાવલી ઝાંખી કરાવતો એક નિર્સગ ઝરૂખો બનાવેલ છે.

૬૩માં વન મહોત્‍સવની ઉજવણી નિમિત્તે ગોવિ;દ ગુરૂ સ્‍મૃતિવનમાં આશરે પ૦૦૦ વૃક્ષો તથા તેની આજુબાજુના વન વિસ્‍તારને તેમજ લોકોના ખેતરોમાં આશરે ૧ લાખ વૃક્ષો ઉછેરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આશરે ૫૦,૦૦૦ (પચાસ હજાર) જેટલી જન મેદની હાજર રહેલ હતી.

‘‘નાગેશ વન’’ – નાગેશ્વર (દ્વારકા)

Nagesh Vanરાજ્યના પશ્ચિમ કિનારે દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા થી ૧૭ કિ.મી. દૂર, દ્વાદશ જ્યોતિર્લીંગ પૈકીના એક એવા નાગેશ્વર મુકામે વર્ષ ૨૦૧૩ માં તા. ૦૨-૦૮-૨૦૧૩ના ૬૪માં વન મહોત્‍સવની ઉજવણી કરવામાં આવેલ છે.

ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા અને પ્રસિદ્ધ જ્યોતિર્લીંગ નાગેશ્વર એ બંને ધાર્મિક અને આધ્‍યાત્‍મિક દ્રષ્‍ટિએ અતિ પ્રાચીન અને મહત્‍વના સ્‍થળો હોવાથી દર વર્ષે ઘણી મોટી સંખ્‍યામાં શ્રદ્ધાળુઓ અને પર્યટકો આ સ્‍થળની મુલાકાતે આવે છે. અહીં નાગેશ્વર મંદિરની બાજુમાં ૩૦૦ મીટર દૂર ૬.૦ હેકટર વિસ્‍તારમાં ‘‘નાગેશ વન’’ નું નિર્માણ કરવામાં આવેલ છે.

આ સાંસ્‍કૃતિક વનમાં (૧) નવગ્રહ વન (ર) નક્ષત્ર વન (૩) રાશી વન (૪) પંચવટી વન (પ) ચરક વન (૬) ગુગળ વન (૭) તુલસી વન (૮) બીલી વન (૯) વડ – પીપળ વાટીકા (૧૦) પામ ગ્રુવ (૧૧) બાઉન્‍ડ્રી વાવેતર અને (૧ર) શેલ્‍ટરબેલ્‍ટ વાવેતર તૈયાર કરવામાં આવેલ છે. ઉપરાંત ભગવાન શ્રીકૃષ્‍ણએ દારૂકા રાક્ષસનો વધ આ જગ્‍યાએ કરેલ હતો જેની યાદમાં ‘‘દારૂકા વન’’ ઊભું કરવામાં આવેલ છે.

ઉપરાંત માન સરોવરના ફરતે તેની પાળ ઉપર જાંબુ, અર્જુન સાદડ, વડ, પીપળ અને દેશીબાવળનું વાવેતર કરીને સુશોભિત કરવામાં આવેલ છે.

આ ઉપરાંત આ સાંસ્‍કૃતિક વનનું પ્રવેશદ્વાર, વન કુટિર, માનસરોવર તળાવ, વોચ ટાવર, કૈલાસ પર્વત, મરીન ઇન્‍ટરપ્રીટેશન સેન્‍ટર, બાગ, પુલ તથા રોડ, ફૂવારા વિગેરે તૈયાર કરવામાં આવેલ છે. જેમાં કૈલાસ પર્વત ઉપર નયનરમ્‍ય ભગવાન શિવ પરિવારની મૂર્તિઓ, યોગેશ્‍વર ભગવાનના શ્રીકૃષ્ણની મૂર્તિ, ભગવાન શ્રીકૃષ્‍ણના પંચજન્‍ય શંખનું સ્‍થાપન કરવામાં આવેલ છે અને મરીન ઇન્‍ટરપ્રીટેશન સેન્‍ટરમાં દરિયાઇ જીવો, દરિયાઇ વનસ્‍પતિ અને ભૌગોલિક પરિવર્તન વિગેરેનું પ્રદર્શન તૈયાર કરવામાં આવેલ છે.

‘‘શક્તિ વન’’ – કાગવડ (જેતપુર)

Shakti Vanવર્ષ ૨૦૧૪ માં ૬પ માં વન મહોત્‍સવની ઊજવણી કાગવડ (તાલુકો : જેતપુર, જિલ્‍લો : રાજોકટ) માં આવેલ ખોડલધામમાં કરવામાં આવનાર છે.

ખોડલધામ ટ્રસ્‍ટ દ્વારા કાગવડ ગામના પાદરમાં નિર્માણ પામી રહેલ ખોડિયાર માતાજીના વિશાળ મંદિર તેમજ આધ્‍યાત્‍મિક, સાંસ્‍કૃતિક અને સામાજીક પ્રવૃત્તિઓના કેન્‍દ્ર ખોડલધામના સાંનિધ્‍યમાં આ વન તૈયાર કરી લોકાર્પણ કરવામાં આવનાર છે.

Go to Navigation